Quote Archive
RSS

#virtue 63

solitude virtue ethics

જો તું ઘરથી (બહાર) નીકળવું ટાળી શકતો હોય તો એવું જ કર; કારણ કે આ તારી ફરજ છે કે તારું (બહાર) નીકળવું (ફક્ત) એ જ માટે હોય કે તું પીઠ પાછળ નિંદા ન કરે, જૂઠ ન બોલે, ઈર્ષ્યા ન કરે, દેખાવ ન કરે, બનાવટ ન કરે, અને ચાપલૂસી ન કરે.

If you can avoid going out of your house, do so; for it is your obligation that if you do go out, you do not backbite, lie, envy, show off, pretend, or flatter.

wisdom virtue detachment

ખરેખર બુદ્ધિશાળીઓએ દુનિયાની અતિરેકતાનો ત્યાગ કર્યો છે, તો પછી પાપોનો ત્યાગ કેમ નહીં, જ્યારે દુનિયાની અતિરેકતા છોડવી એ ઉત્તમ ગુણ છે અને પાપોનો ત્યાગ કરવો એ ફરજિયાત છે.

Indeed, the wise have abandoned the excesses of this world, so what about sins? For renouncing worldly excess is a virtue, while abandoning sins is an obligation.

purity gentleness virtue

મધમાખીની જેમ બનો: જ્યારે તે ખાય છે ત્યારે શુદ્ધ વસ્તુ ખાય છે, જ્યારે તે આપે છે ત્યારે શુદ્ધ વસ્તુ આપે છે, અને જ્યારે તે કોઈ ડાળ પર બેસે છે ત્યારે તેને તોડતી નથી.

Be like the bee: when it eats, it eats what is pure; when it produces, it produces what is pure; and when it lands on a branch, it does not break it.

wealth virtue heart

તમારાં હૃદય ત્યાં જ હોય છે જ્યાં તમારા ખજાના હોય છે. માટે, લોકો પોતાની સંપત્તિને ચાહે છે અને તેની ઝંખના કરે છે. તો તમે તમારા ખજાના સ્વર્ગમાં સંચિત કરો જ્યાં તેમને ન તો જીવાતો ખાઈ શકે કે ન તો ચોરો પહોંચી શકે.

Your hearts reside wherever your treasures are. Therefore, people love their wealth and long for it. So store your treasures in heaven where pests cannot consume them and thieves cannot reach them.

prayer virtue mindfulness

અય ઈશ્વર! મારા ઉપર કૃપા કર પાપોનો હંમેશ માટે ત્યાગ કરવા વડે જ્યાં સુધી તું મને જીવતો રાખે, અને તું મારા ઉપર કૃપા કર એ વસ્તુની મુશ્કેલીમાં પડી જવાથી જે મારા કોઈ કામની નથી.

O God! Have mercy on me by enabling me to abandon sins for as long as You keep me alive, and have mercy on me by sparing me from burdening myself with what does not concern me.

moderation virtue wisdom

ઉદારતાની એક સીમા હોય છે; જો એનાથી વધી જાય તો તે અતિવ્યય છે. સાવચેતીની પણ એક સીમા હોય છે; જો એનાથી વધી જાય તો તે કાયરતા છે. કરકસરની પણ એક સીમા હોય છે; જો એનાથી વધી જાય તો તે કંજૂસાઈ છે. બહાદુરીની પણ એક સીમા હોય છે; જો એનાથી વધી જાય તો તે અવિચારીપણું છે.

Generosity has a measure; if it exceeds that, it becomes extravagance. Caution has a measure; if it exceeds that, it becomes cowardice. Frugality has a measure; if it exceeds that, it becomes miserliness. Courage has a measure; if it exceeds that, it becomes recklessness.

જો સંતોષી માણસ એવી કસમ ખાય કે આ લોક અને પરલોક તેની મિલકતમાં છે, તો પણ ઈશ્વર તેની કસમને સાચી સાબિત કરી દે, અને તેની પરિસ્થિતિને એ મહાન દરજ્જા સુધી પહોંચાડી દે કે જે સંતોષી માણસ માટે ખાસ છે.

If a content person were to swear that this world and the hereafter belong to him, God would surely validate his oath, elevating his status to the great rank reserved for the content.

virtue character honor

જે માણસ ત્રણ વસ્તુઓને છોડી દે છે, તે ત્રણ વસ્તુઓને પામી જાય છે. જે બુરાઈને છોડી દે છે, તે ઇજ્જતને પામી જાય છે. જે અભિમાનને છોડી દે છે, તે સન્માનિતતાને પામી જાય છે. જે કંજૂસાઈને છોડી દે છે, તે સમૃદ્ધિને પામી જાય છે.

Whoever renounces three things attains three things: whoever renounces evil attains honor, whoever renounces arrogance attains dignity, and whoever renounces stinginess attains nobility.