Quote Archive
RSS

#worldliness 14

faith worldliness wisdom

તારી દુનિયા વડે તારા ધર્મનું રક્ષણ કર જેથી તું બન્નેમાં ફાયદો મેળવે, પરંતુ તારા ધર્મ વડે તારી દુનિયાનું રક્ષણ ન કર જેથી તને બન્નેમાં નુકસાન થાય.

Protect your faith with your worldly life and you will gain both, but do not protect your worldly life with your faith lest you lose both.

અફસોસ છે તારા ઉપર અય માનવ! જાણી લે કે હૃદયની કઠણાઈ, તૃપ્તિની આળસ, અને સત્તાનું અભિમાન સારા કાર્યો કરવામાં અડચણ ઊભી કરે છે અને તેમાં સુસ્તી લાવે છે. તે સ્મરણને ભુલાવી દે છે, અને મોતના આગમનથી બેપરવા કરી દે છે; એટલે સુધી કે દુનિયાના મોહમાં સપડાયેલો માણસ જાણે કે નશામાં ભાન ગુમાવી બેઠો હોય.

Woe to you, O child of Adam! Know that hardness of heart, lethargy of satiety, and the pride of power hinder good deeds and bring sluggishness. They make one forget remembrance and heedless of impending death; to the point that a person trapped in worldly attachment is as though intoxicated by wine.

worldliness desire wisdom

દુનિયાનું ઉદાહરણ સમુદ્રના પાણી જેવું છે - જ્યારે પણ કોઈ તરસ્યું તેમાંથી પીવે છે તો તે (ઉલટું) તેની તરસમાં વધારો કરે છે એટલે સુધી કે તેને મારી નાખે છે.

The example of the world is like sea water—whenever a thirsty person drinks from it, it only increases their thirst until it kills them.

દુનિયાની લાલચ કરનાર રેશમના કીડા જેવો છે; જેટલો તે પોતાને રેશમમાં લપેટતો જાય છે તેટલો જ તેમાં ફસાતો જાય છે એ રીતે કે બહિર્ગમન તેનાથી દૂર થતું રહે છે એટલે સુધી કે તે પીડાથી મરી જાય છે.

The one who is greedy for worldly things is like a silkworm; the more it wraps itself in silk, the further its escape becomes, until it dies of suffocation.

આ દુનિયાને (ફક્ત) બે જ શબ્દોમાં વહેંચો: પહેલો શબ્દ હલાલની શોધ માટે, અને બીજો શબ્દ પરલોક માટે; (આ બંને સિવાય) ત્રીજો (શબ્દ) નુકસાનકારક છે, ફાયદો પહોંચાડનાર નથી, તેથી તે(ને પામવા)ની ઈચ્છા ન કરો.

Divide this world into just two words: one word for seeking the lawful, and one word for the hereafter; any third word besides these two is harmful and of no benefit, so do not desire it.

હું શું વર્ણન કરું એવા ઠેકાણાનું, જેની શરૂઆત પીડા હોય, જેનો અંત ફના હોય, જેના કાયદેસરનું હિસાબ આપવો પડે, અને જેના ગેરકાયદેસરની સજા ભોગવવી પડે?

How can I describe an abode whose beginning is pain, whose end is annihilation, for whose lawful one is held accountable, and for whose unlawful one is punished?