Quote Archive
RSS

#conduct 30

dignity conduct moderation

વધુ પડતું હસ નહીં, કારણ કે તેનાથી તારી પ્રતિષ્ઠા (વટ) ઓછી થઈ જશે; અને વધુ પડતી ઠઠ્ઠા-મશ્કરી ન કર, કારણ કે લોકો તને હળવાશથી લેવા લાગશે.

Do not laugh excessively, for it will diminish your dignity; and do not joke excessively, for people will begin to take you lightly.

નિંદા કરવાથી બચો કારણ કે નિંદા વ્યભિચાર કરતાંય ગંભીર છે; ખરેખર એક માણસ વ્યભિચાર કરે, પછી પસ્તાવો કરી લે તો ઈશ્વર તેનો પસ્તાવો સ્વીકારી લે છે જ્યારે કે નિંદા કરનાર ત્યાર સુધી માફ કરવામાં નથી આવતો જ્યાર સુધી તે જેની તેણે નિંદા કરી છે તેની માફી ન માગી લે.

Beware of backbiting, for backbiting is graver than adultery; a person may commit adultery and repent, and God accepts his repentance, whereas the backbiter is not forgiven until the person he backbit forgives him.

માણસમાં જો આ ત્રણ લક્ષણો હોય તો તે દોષ કહેવડાવવા માટે પૂરતા છે: ૧. તે (બીજા) લોકો(ના) તે દોષોને જાણતો હોય જે પોતાની જાતમાં છે જ, તેમનાથી અજાણ હોય, ૨. લોકોની તે બાબતો (ખામીઓ) જે તેની અંદર પણ છે જ, તેમનાથી તેઓના માટે શરમ અનુભવતો હોય, ૩. પોતાને લાગતી વળગતી ન હોય તેવી બાબત માટે (પણ) પોતાના સાથીને તકલીફ આપતો હોય.

It is sufficient flaw in a person to have three traits: 1. being aware of faults in others while being ignorant of them in oneself, 2. feeling ashamed of others for flaws that one also possesses, 3. causing trouble to one's companion over things that do not concern them.

હે શ્રદ્ધાળુ! નિઃસંશય આ જ્ઞાન અને સદાચાર તારા આત્માની કિંમત છે. માટે, આ બંનેને શીખવા માટે મહેનત કર, જેથી જેટલું તારું જ્ઞાન અને સદાચાર વધે તેટલી તારી કિંમત અને કદર વધે.

O believer! Truly, this knowledge and good conduct are the worth of your soul. So strive to learn both, for as your knowledge and conduct increase, your worth and honor increase.

advice moderation conduct

હે મારા વહાલા દીકરા! લોકો ઉપર આક્રમક ન બન જેથી તેઓ તારાથી નફરત કરે, એટલોય નમ્ર ન બન જેથી તેઓ તારું અપમાન કરે, એટલોય મીઠો ન બન જેથી તેઓ તને ગળી જાય, અને એટલોય કડવો ન બન જેથી તેઓ તને થૂંકી દે.

O my dear son! Do not be aggressive toward people lest they hate you, do not be so meek that they humiliate you, do not be so sweet that they swallow you whole, and do not be so bitter that they spit you out.

dignity wisdom conduct

એક જ્ઞાની પુરુષે કહ્યું, "શ્રદ્ધાળુએ પોતાની જાતને અપમાનિત ન કરવી જોઈએ." પૂછવામાં આવ્યું કે કઈ રીતે તે પોતાની જાતને અપમાનિત કરે છે? તો તેમણે કહ્યું, "એવી પરિસ્થિતિમાં પડીને જેમાં (પાછળથી) માફી માંગવી પડે."

A wise man said, "A believer should not humiliate oneself." He was asked, "How does one humiliate oneself?" He replied, "By getting into a situation where one has to apologize afterwards."

જે માણસ કોઈ બીજાનાં રહસ્યને ખુલ્લું પાડશે તેનાં પોતાનાં જ ઘરનું રહસ્ય જાહેર થશે, જે અત્યાચારની તલવાર ઉઘાડશે તે પોતે તેના વડે જ નાશ પામશે, જે પોતાના ભાઈ માટે ખાડો ખોદશે તે પોતે જ તેમાં પડશે, જે મૂર્ખાઓ સાથે ભળશે તે અપમાનિત થશે, જે વિદ્વાનો સાથે મેળમેળાપ રાખશે તે પ્રતિષ્ઠિત થશે, અને જે ખોટી જગ્યાએ જશે તેના ઉપર આક્ષેપ જ લાગશે.

Whoever exposes the secrets of another, the secrets of their own home will be exposed; whoever draws the sword of oppression will be destroyed by it; whoever digs a pit for their brother will fall into it; whoever mingles with fools will be disgraced; whoever keeps company with scholars will be honored; and whoever enters bad places will be accused.

foolishness wisdom conduct

જે માણસ કોઈ મૂર્ખને મૂર્ખતા દ્વારા જ જવાબ આપે (તેનો અર્થ એ કે) તે રાજી થઈ ગયો તેને જે આપવામાં આવ્યું તે બદલ, એટલા જ માટે તેણે તે મૂર્ખનાં ઉદાહરણનું જ અનુસરણ કર્યું.

Whoever responds to a fool with foolishness has accepted what was offered to them, and thus followed the fool's example.

behavior ignorance conduct

ઈશ્વર બજારોમાં ફરનારા એવા દરેક નીચ, ખાઉધરા અને ઝઘડાળુ માણસને નાપસંદ કરે છે કે જે રાત્રે મડદા જેવો હોય, દિવસે ગધેડા જેવો હોય, દુનિયાનો જાણકાર હોય, અને પરલોકથી અજાણ હોય.

God dislikes every vile, gluttonous, and quarrelsome person roaming the markets who is like a corpse at night, like a donkey by day, knowledgeable of worldly matters, and ignorant of the hereafter.