Quote Archive
RSS

#truth 24

knowledge truth worship

જે કોઈ જ્ઞાનના એક વિષયની શોધમાં નીકળે જેથી તે અસત્યને સત્યમાં અને ગેરમાર્ગને સાચા માર્ગમાં બદલી દે, તેનો તે અમલ ચાલીસ (૪૦) વર્ષ સુધી ઉપાસના કરનારા ભક્ત જેવો છે.

Whoever sets out in search of a branch of knowledge to turn falsehood into truth or misguidance into guidance, their deed is like that of a worshiper who worships for forty years.

truth patience integrity

ઈશ્વરના સંદેશવાહકો સાથે સૌથી વધારે સામ્યતા ધરાવનારા લોકો તેઓ છે જે સત્ય માટે સૌથી વધારે બોલે છે અને તેના પર અમલ કરવા માટે સૌથી વધારે ધીરજ રાખે છે.

The people most resembling God's messengers are those who speak the truth the most and show the greatest patience in acting upon it.

truth steadfastness wisdom

જાણી લો કે ઈશ્વર પોતાનાં સર્જનમાંનાં ચંચળ (અસ્થિર/ઢચુપચુ) લોકોને ધિક્કારે છે, તેથી તમે સત્ય અને તેના સાથીઓથી વેગળાં ન પડો; કારણ કે બેશક જે પણ અસત્યને અને તેના સાથીઓને સંપૂર્ણ માને છે તે (પરલોકમાં) નાશ પામે છે અને દુનિયા (પણ) તેને બરબાદ કરી દે છે.

Know that God detests fickle (wavering) people among His creation; therefore, do not stray away from the truth and its companions, for whoever clings entirely to falsehood and its companions perishes in the hereafter and this world also ruins him.

તારા વિષે જે કહેવામાં આવી રહ્યું હોય તેની ઉપર મનન કર. પછી જો તું તારી અંદર એ બુરાઈ પામે જેના વિષે કહેવામાં આવી રહ્યું છે, તો લોકોની સામે ગુસ્સો કરવાથી તારું ઈશ્વરની નજરમાં પડી જવું, લોકોની નજરમાં તારા પડી જવા કરતાં પણ મોટી મુસીબત હશે, કે જેનાથી તું ડરે છે.

Reflect upon what is being said about you. If you find in yourself the flaw that is being spoken of, then losing favor in the eyes of God because of your anger at the truth is a greater calamity than losing favor in the eyes of people, which you fear.