Quote Archive
RSS

#god 35

conscience honor god

શ્રદ્ધાળુ માટે સન્માન તરીકે આટલું જ પૂરતું છે કે જ્યારે તે કંઈક ખોટું (થતું) જુએ ત્યારે ઈશ્વર તે (શ્રદ્ધાળુ)ના દિલથી (ખોટી બાબત પ્રત્યે) તેનો અસ્વીકાર જાણી લે.

It is honor enough for a believer that when they see something wrong, God knows the rejection of it in their heart.

prayer supplication god

ખરેખર ઈશ્વર સેવકથી (એ બાબતમાં) સંકોચ અનુભવે છે કે તે તેની તરફ (પ્રાર્થના માટે) બન્ને હાથ ઉઠાવે તો તે તેમને (હાથોને) નિરાશ કરીને પાછા ફેરવી દે.

Indeed, God is reluctant to turn back empty and disappointed the hands of a servant raised toward Him in prayer.

justice god wisdom

અને હું ચોક્કસપણે જાણી ચૂક્યો છું કે તારા નિર્ણયમાં કોઈ અન્યાય નથી, અને તારી સજામાં કોઈ ઉતાવળ નથી. ઉતાવળ તો એ જ કરે છે જેને તક ગુમાવી દેવાનો ડર હોય, અને અન્યાય કરવાની જરૂરિયાત તો માત્ર કમજોરને જ હોય છે. જ્યારે કે હે ઈશ્વર! તું તો આ બધી બાબતોથી ઘણો સર્વોચ્ચ અને મહાન છે.

I have indeed known that there is no injustice in Your judgment, nor haste in Your retribution. Haste is made only by one who fears missing an opportunity, and injustice is needed only by the weak; whereas You, O God, are far exalted above all such things.

god fate wisdom

જ્યારે પૂછવામાં આવ્યું કે, "તમે તમારા ઈશ્વરને શાના વડે ઓળખ્યો?" ત્યારે કહ્યું, "નિશ્ચયના રદબાતલ અને ઇરાદાના ભંગાણ વડે. મેં એક નિશ્ચય કર્યો તો તે રદબાતલ થઈ ગયો, અને મેં એક ઇરાદો કર્યો તો તે ભંગ થઈ ગયો."

When asked, "By what did you recognize your God?" he replied, "By the nullification of resolves and the breaking of intentions. Whenever I made a resolve, it was nullified, and whenever I made an intention, it was broken."

god theology creation

જ્યારે પરલોકમાં ઈશ્વરના દર્શન વિષે પૂછવામાં આવ્યું ત્યારે એક જ્ઞાની પુરુષે કહ્યું: ઈશ્વર આના કરતાં ઘણો ઉચ્ચ અને મહાન છે! આંખો માત્ર એવી જ વસ્તુને જોઈ શકે છે જેને રંગ અને આકાર હોય, જ્યારે કે ઈશ્વર તો રંગો અને આકારનો સર્જનહાર છે.

When a wise man was asked about seeing God in the hereafter, he replied: God is far exalted above that! Eyes can only perceive what has color and shape, whereas God is the creator of all colors and shapes.

god attributes reverence

બેશક ઈશ્વર તેના કરતાં વધારે સર્વોચ્ચ, પ્રતાપી અને મહાન છે કે તેના ગુણોનાં મૂળતત્ત્વ સુધી પહોંચી શકાય, તેથી તેના તે જ ગુણો વર્ણવો જેના વડે તેણે પોતાનું વર્ણન કર્યું છે અને તેના સિવાયનું વર્ણન ટાળો.

Indeed, God is far too exalted, glorious, and great for the essence of His attributes to be comprehended, so describe Him only as He has described Himself and refrain from anything beyond that.

god guidance grace

બેશક ઈશ્વર સૌથી વધારે સહિષ્ણુ અને સૌથી વધારે જાણનાર છે, તેનો ક્રોધ તો ફક્ત એના ઉપર જ હોય છે જે તેની પ્રસન્નતાને સ્વીકારતો નથી, એને જ વંચિત કરે છે જે તેની કૃપાને સ્વીકારતો નથી, અને એને જ ભટકાવે છે જે તેના માર્ગદર્શનને સ્વીકારતો નથી.

Indeed, God is the Most Forbearing and the All-Knowing; His wrath is only upon one who does not accept His pleasure, He deprives only one who does not accept His bounty, and He leads astray only one who does not accept His guidance.

god imagination perception

ઈશ્વરના ગુણોના સંદર્ભમાં: દિલોની કલ્પનાશક્તિ આંખોની દ્રષ્ટિ કરતાં ય વધારે ઝીણવટભરી હોય છે, તમે તમારી કલ્પના વડે સિંધ, હિન્દ, અને તે દેશોને પણ નિહાળી શકો છો કે જ્યાં તમે ન તો પોતે ગયા છો કે ન તો જેમને તમે તમારી આંખો વડે જોયા છે. તો પછી તે ઈશ્વર તો એવો છે કે તેને તો દિલોની કલ્પનાશક્તિ જ નથી જોઈ શકતી તો આંખોની દ્રષ્ટિ તો કઈ રીતે તેને જોઈ શકે?!

Regarding the attributes of God: the imagination of hearts is far subtler than the sight of eyes. Through your imagination, you can perceive Sindh, Hind, and lands you have never entered or seen with your eyes. So when the imagination of hearts cannot encompass Him, how could the sight of eyes possibly perceive Him?!

discipline desires god

જે પોતાના શરીરની અયોગ્ય ઇચ્છાઓ પર સંયમ રાખે છે તે પોતાના ઈશ્વરને પ્રસન્ન કરે છે, અને જે પોતાના શરીરની ઇચ્છાઓ પર સંયમ નથી રાખતો તે પોતાના ઈશ્વરની અવગણના કરે છે.

Whoever restrains the desires of their body pleases their Lord, and whoever does not restrain their body disobeys their Lord.

good-deeds god purpose

જ્યારે ઈશ્વર કોઈ વ્યક્તિને ભલાઈ આપવાનો સંકલ્પ કરે છે તો તેના દ્વારા કામ લે છે; તેના મૃત્યુ પહેલાં તેના માટે કોઈ સત્કાર્યનો માર્ગ ખોલી દે છે જેથી તેની આસપાસના લોકો ખુશ થઈ જાય.

When God intends good for a person, He puts them to work; He opens the door to a good deed before their death so that those around them are pleased.