Quote Archive
RSS

#charity 18

wealth greed charity

ધનવાન વ્યક્તિ ત્રણ બાબતોમાંથી કોઈ એક બાબતથી ક્યારેય છુટકારો નહીં મેળવી શકે: કાં તો તેનું ધન તેની નજરોમાં એવું શણગારાઈ જાય કે તે તેને તેના હકદારને પહોંચવાથી રોકી દે, અથવા તે તેને સહેલાઈથી મળી જાય જેથી તે તેને ત્યાં ખર્ચી નાખે જ્યાં તેનો કોઈ હકદાર ન હોય, કાં તો તેની અંદર તે ધનનો મોહ આવી જાય જેથી તે તેને ખોટી રીતે મેળવી લે.

A wealthy person will not escape one of three things: either wealth is made alluring in their eyes so they withhold it from those entitled to it, or it is made easy for them to obtain so they spend it where no one is entitled to it, or love for it fills their heart so they acquire it unlawfully.

માણસનું સત્કાર્ય ઉપર કાયમ રહેવું તે કાર્ય કરતાં વધારે શ્રેષ્ઠ છે. પૂછવામાં આવ્યું: સત્કાર્ય ઉપર કાયમ રહેવું શું છે? તો ઉત્તર મળ્યો: એક માણસ ભલાઈના ઈરાદાથી ઈશ્વર — જે એકલો છે અને જેનો કોઈ ભાગીદાર નથી — ના માર્ગમાં સંપત્તિ ખર્ચે છે તો તેના માટે "ગુપ્ત કાર્ય" લખી દેવામાં આવે છે, પછી જો તે તેનો ઉલ્લેખ કરે છે તો તેને ભૂંસીને "જાહેર કાર્ય" લખી દેવામાં આવે છે, પછી જો તે ફરીથી તેનો ઉલ્લેખ કરે છે તો તેને પણ ભૂંસીને "દંભ (દેખાવ)" લખી દેવામાં આવે છે.

Preserving a good deed is harder than performing it. When asked what preserving a deed meant, he replied: A person spends wealth for the sake of God alone without partner, and it is recorded as a private deed; then he mentions it, so it is erased and recorded as a public deed; then he mentions it again, so it is erased and recorded as ostentation.

generosity dignity charity

જો માગણી કરનાર જાણી જાત કે માગણી કરવામાં શું છે, તો કોઈ માણસ કોઈ બીજા માણસ પાસે માગણી ન કરત. અને જો પૂછવામાં આવતી વ્યક્તિ જાણી જાત કે મનાઈ કરવામાં શું છે, તો કોઈ પણ કોઈ બીજાને આપવાની મનાઈ ન કરત.

If the petitioner knew the weight of asking, no person would ask another for anything. And if the one asked knew the consequence of withholding, no one would refuse another.

જ્યારે જ્યારે કોઈ માણસ એવી રીતે ખર્ચ કરવામાં કંજૂસાઈ કરે છે કે જે રીતે ખર્ચ કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય, ત્યારે ત્યારે તેની એવી કસોટી થાય છે કે તે એના કરતાં અનેક ગણું એવી બાબતોમાં ખર્ચ કરી બેસે છે જેનાથી ઈશ્વર અપ્રસન્ન થાય.

Whenever a person is stingy in spending on what pleases God, he is tested by spending many times more on what displeases God.