Quote Archive
RSS

#knowledge 73

knowledge truth worship

જે કોઈ જ્ઞાનના એક વિષયની શોધમાં નીકળે જેથી તે અસત્યને સત્યમાં અને ગેરમાર્ગને સાચા માર્ગમાં બદલી દે, તેનો તે અમલ ચાલીસ (૪૦) વર્ષ સુધી ઉપાસના કરનારા ભક્ત જેવો છે.

Whoever sets out in search of a branch of knowledge to turn falsehood into truth or misguidance into guidance, their deed is like that of a worshiper who worships for forty years.

knowledge learning effort

જો લોકો જાણી જાત કે જ્ઞાન પ્રાપ્ત કરવામાં શું રહેલું છે તો તેઓ પોતાનું લોહી વહાવીને તથા સમુદ્રનાં મોજાંને ખૂંદીને પણ તેને પ્રાપ્ત કરતાં.

If people knew what lies in the seeking of knowledge, they would seek it even by shedding their blood and plunging into the depths of the sea.

knowledge wisdom action

ખરેખર જ્યારે એક વિદ્વાન પોતાના જ્ઞાન પ્રમાણે અમલ નથી કરતો તો તેની શીખામણ (લોકોના) દિલોમાંથી એવી રીતે લપસી જાય છે જેવી રીતે પથ્થર પરથી વરસાદ(નું પાણી) લપસી જાય છે.

Indeed, when a scholar does not act upon his knowledge, his advice slips from hearts just as rain slips off a smooth rock.

knowledge inquiry learning

જ્ઞાન એક ખજાનો છે અને તેની ચાવી પ્રશ્ન છે; તેથી પ્રશ્ન પૂછો જેથી ઈશ્વર તમારા પર દયા કરે, કારણ કે ખરેખર તે ચાર લોકોને લાભ આપે છે: ૧. પ્રશ્ન પૂછનારને, ૨. બોલનારને, ૩. સાંભળનારને, અને ૪. આ બધાને ચાહનારને.

Knowledge is a treasure chest whose key is inquiry; therefore ask, so that God may have mercy on you, for indeed four people are rewarded: the one who asks, the speaker, the listener, and the one who loves them.

જ્ઞાન એક એવો સિદ્ધાંત છે જેના વડે (કોઈ) વ્યક્તિ માટે મત બાંધવામાં આવે છે. તેના જ વડે માણસ તેના જીવનમાં (પોતાનું) પાલન (કરાવવાનો અધિકાર), અને મૃત્યુ પછી સુંદર નામના કમાવે છે.

Knowledge is a principle by which a person is judged. Through it, a person earns obedience during life and a noble reputation after death.

હે શ્રદ્ધાળુ! નિઃસંશય આ જ્ઞાન અને સદાચાર તારા આત્માની કિંમત છે. માટે, આ બંનેને શીખવા માટે મહેનત કર, જેથી જેટલું તારું જ્ઞાન અને સદાચાર વધે તેટલી તારી કિંમત અને કદર વધે.

O believer! Truly, this knowledge and good conduct are the worth of your soul. So strive to learn both, for as your knowledge and conduct increase, your worth and honor increase.

scholars humility knowledge

વિદ્વાનોમાં એવાં પણ છે કે જેઓ સલાહ-નિર્ણય આપવા માટે તૈયાર થાય અને કહે, 'મને પૂછો.' જો કે કદાચ તેમને એકેય સાચો શબ્દ નહીં જડે. અને ઈશ્વર ઢોંગીઓને પસંદ કરતો નથી.

Among scholars are those who present themselves to give verdicts saying, 'Ask me,' though they might not utter a single correct word. And God does not like pretenders.

wisdom silence knowledge

હું તમને સત્ય કહું છું કે નિઃસંશય વિદ્વાન અજ્ઞાનીથી બોધપાઠ લે છે અને અજ્ઞાની પોતાની વાસના તરફ પ્રેરાય છે. હું તમને સલાહ આપું છું કે તમે તમારાં મોઢાં પર મૌનની મહોર મારી દો એટલે સુધી કે જે તમારા માટે ઉચિત નથી તે તેમાંથી નીકળી ન શકે.

Truly I say to you: the wise person takes a lesson from the ignorant, while the ignorant is driven by his desires. I advise you to seal your mouths with silence so that nothing improper may come out of them.

knowledge society wisdom

જ્યારે ઈશ્વર કોઈ કોમ સાથે ભલાઈ કરવાનું ઇચ્છે છે ત્યારે તેમાં વિદ્વાનોની સંખ્યા વધારી દે છે અને અજ્ઞાનીઓને ઓછાં કરી નાખે છે, જેથી જ્યારે વિદ્વાન કોઈ વાત કરે છે ત્યારે તે મદદગારોને પામે છે અને જ્યારે અજ્ઞાની કોઈ વાત કરે છે ત્યારે તેને દબાવી દેવામાં આવે છે. (એવી જ રીતે) જ્યારે તે કોઈ કોમ સાથે બુરાઈ કરવાનું ઇચ્છે છે ત્યારે તેમાં અજ્ઞાનીઓની સંખ્યા વધારી દે છે અને વિદ્વાનોને ઓછાં કરી નાખે છે, જેથી જ્યારે અજ્ઞાની કોઈ વાત કરે છે ત્યારે તે મદદગારોને પામે છે અને જ્યારે વિદ્વાન કોઈ વાત કરે છે ત્યારે તેને દબાવી દેવામાં આવે છે.

When God intends good for a people, He increases the scholars among them and decreases the ignorant, so that when a scholar speaks he finds supporters, and when an ignorant person speaks he is subdued. (Likewise) when He intends harm for a people, He increases the ignorant among them and decreases the scholars, so that when an ignorant person speaks he finds supporters, and when a scholar speaks he is subdued.

sins knowledge deeds

પાપોથી બચો કારણ કે તે સારા કાર્યોને ભૂંસી નાખે છે. નિઃસંશય કોઈ વ્યક્તિ કોઈ પાપ કરી બેસે છે જેને કારણે તે તે જ્ઞાન ભૂલી જાય છે કે જે તેની પાસે પહેલાં હતું.

Beware of sins, for they erase good deeds. Indeed, a person commits a wrong deed and consequently forgets the knowledge they once possessed.

knowledge wisdom priorities

જ્યારે જ્ઞાન વિષે પૂછવામાં આવ્યું, ત્યારે કહ્યું: ચાર વાતો: ૧. ઈશ્વરથી તમને જેટલા પ્રમાણમાં જરૂરિયાત છે તેટલા પ્રમાણમાં તેની ભક્તિ કરો. ૨. જેટલા પ્રમાણમાં આગને સહન કરી શકો છો તેટલા પ્રમાણમાં જ પાપ કરો. ૩. તમારી દુનિયા માટે તેટલો જ પ્રયત્ન કરો જેટલી ઉંમર તમે તેમાં વિતાવવાના છો. ૪. તમારા પરલોક માટે જેટલી લાંબી મુદત ત્યાં પસાર કરવાના છો તેટલો પ્રયત્ન કરો.

When asked about knowledge, he said: Four things: 1. Worship God to the extent of your need for Him. 2. Disobey Him only to the extent of your endurance against the fire. 3. Work for your world in proportion to the lifespan you have in it. 4. Work for your hereafter in proportion to the duration you will spend in it.

ભૂંડને મોતી ન નાખો, કારણકે તે તેનો કોઈ સારો ઉપયોગ નહીં કરી શકે, અને તે માણસને જ્ઞાન ન આપો જે તે પ્રાપ્ત કરવાની ઇચ્છા ન ધરાવતો હોય; કારણકે જ્ઞાન મોતી કરતાં ય ચડિયાતું છે, અને તેને પામવાની ઇચ્છા ન ધરાવનાર ભૂંડ કરતાં ય બદતર છે.

Do not throw pearls to swine, for they cannot make any good use of them; likewise, do not impart wisdom to someone who does not desire it, for wisdom is superior to pearls, and one who does not seek it is worse than swine.

knowledge action wisdom

જે જ્ઞાન વિષે ઈચ્છો તે જ્ઞાન પ્રાપ્ત કરો, જો કે ઈશ્વર તમને કોઈ પણ જ્ઞાનનો ત્યાં સુધી ફાયદો નહીં પહોંચાડે જ્યાં સુધી તમે તેના ઉપર અમલ નહીં કરો; કારણકે વિદ્વાનોનો પ્રયાસ જ્ઞાનની સંભાળ લેવી છે જ્યારે કે મૂર્ખ લોકોનો પ્રયાસ માત્ર વાતો ફેલાવવી છે.

Acquire whatever knowledge you wish, yet God will not benefit you through knowledge until you act upon it; for the scholars strive to preserve knowledge, whereas the foolish only strive to recite it.

જ્ઞાનીનું પાપ એક છે, પરંતુ અજ્ઞાનીના બે પાપ છે. જ્ઞાનીને પાપ કરવા બદલ સજા આપવામાં આવશે, જ્યારે કે અજ્ઞાનીને પાપ કરવા બદલ અને સાથે સાથે જ્ઞાનને છોડી દેવા બદલ પણ સજા આપવામાં આવશે.

The knowledgeable person's sin is one, but the ignorant person's sins are two: the knowledgeable person is punished for committing the sin, whereas the ignorant person is punished for committing the sin and also for abandoning knowledge.

wisdom knowledge patience

કોઈ પણ વસ્તુ તે બુદ્ધિ કરતાં વધારે સારી નથી જે જ્ઞાન સાથે હોય, અને તે જ્ઞાન કરતાં જે સહિષ્ણુતા સાથે હોય, અને તે સહિષ્ણુતા કરતાં જે તાકાત સાથે હોય.

Nothing is better than intellect paired with knowledge, knowledge paired with forbearance, and forbearance paired with power.

knowledge learning nature

બેશક વિદ્યાર્થી માટે દરેક વસ્તુ ક્ષમાની પ્રાર્થના કરે છે એટલે સુધી કે સમુદ્રની માછલીઓ, જમીનનાં જંતુઓ, શિકારી પ્રાણીઓ તથા પશુઓ.

Indeed, everything seeks forgiveness for the seeker of knowledge, even the fish of the sea, the insects of the earth, wild beasts, and livestock.

knowledge learning youth

તમે આ સમાજના નાના બાળકો છો, અને નજીકમાં જ આવનારી પેઢીના મોટેરાં થવાના છો. એટલે જ જ્ઞાન શીખો, અને જો તમારામાંથી કોઈ તે જ્ઞાનને યાદ રાખી ન શકતું હોય તો તેણે જોઈએ કે તેને લખી લે અને પોતાના ઘરમાં સંભાળીને રાખે.

You are the children of this society today, and soon you will be the elders of the coming generation. Therefore, acquire knowledge, and whoever among you cannot memorize it should write it down and keep it in their home.

કોઈ નેકી નથી એવી પ્રાર્થનામાં કે જેમાં સમજ ન હોય, કે ન તો નેકી છે એવા જ્ઞાનમાં કે જેમાં ચિંતન ન હોય, કે ન તો નેકી છે એવા વાચનમાં કે જેમાં આત્મનિરીક્ષણ ન હોય.

There is no good in worship devoid of understanding, nor in knowledge devoid of reflection, nor in recitation devoid of contemplation.

worship knowledge devotion

તમારા દિલોમાં એની ઓળખ ધરાવો કે જેની તમે ઉપાસના કરી રહ્યા છો, એટલે સુધી કે તમારા અવયવો મદદરૂપ થઈ જાય એની ઉપાસનાના હલનચલન કરવામાં કે જેની તમે ઓળખ ધરાવો છો.

Establish in your hearts knowledge of the One you worship, so that your limbs may aid you in the acts of worshipping the One you know.