Quote Archive
RSS

#sincerity 28

ઈશ્વર માટે લોકો સાથે સદ્વ્યવહાર (સંબંધ) રાખ; તારા દુનિયાના સ્વાર્થ, હોદ્દો, આડંબર કે નામના મેળવવા માટે લોકો સાથે સંબંધ ન રાખ.

Maintain good relations with people for God; do not maintain relations with people for your worldly self-interest, status, ostentation, or fame.

ખુશખબર છે એવા ચહેરા માટે જેને ઈશ્વરે જોયો કે જ્યારે તે ઈશ્વરના ડરથી એક એવા ગુનાહના લીધે રડી રહ્યો હતો કે જે ગુનાહ વિષે ઈશ્વર સિવાય કોઈ જાણતું ન હતું.

Glad tidings are for the face that God saw weeping out of fear of God over a sin of which no one knew except Him.

દંભી વ્યક્તિના ચાર લક્ષણો (નિશાનીઓ) છે: ૧. જ્યારે તેની પાસે કોઈ અન્ય વ્યક્તિ હોય ત્યારે તે ઈશ્વરના કાર્ય માટે ખૂબ ઉત્સાહી રહે છે, ૨. જ્યારે તે એકલો હોય ત્યારે આળસ કરે છે, ૩. પોતાના દરેક કાર્યમાં તારીફ અને પ્રશંસા મેળવવા માટે આતુર રહે છે, અને ૪. પોતાના વર્તનને (બાહ્ય રીતે) સુંદર બતાવવાનો પ્રયાસ કરે છે.

There are four signs of an ostentatious person: 1. When someone else is with them, they are very enthusiastic in working for God, 2. When they are alone, they are lazy, 3. In all their deeds, they are eager to receive praise and admiration, and 4. They strive to make their outward behavior appear pleasing.

જે માણસ પોતાના કોઈ શ્રદ્ધાળુ ભાઈની સામે તેની પ્રશંસા કરે છે અને (પછી) તેની પીઠ પાછળ તેની નિંદા કરે છે તો તેઓ બંનેની વચ્ચેનો પવિત્ર સંબંધ તૂટી જાય છે.

Whoever praises his fellow believer to his face and backbites him behind his back breaks the sacred bond between them.

faith hypocrisy sincerity

તમારામાંના દરેકનો ધર્મ તેની જીભ ઉપર એક ચમચી બનીને રહી ગયો છે, એ વ્યક્તિની જેમ કે જેણે પોતાનું કામ પૂરું કરીને તેના માલિકની ખુશી મેળવી લીધી હોય!

The faith of each of you has become merely a taste upon his tongue, like one who has finished his work and secured his master's pleasure!

માણસનું સત્કાર્ય ઉપર કાયમ રહેવું તે કાર્ય કરતાં વધારે શ્રેષ્ઠ છે. પૂછવામાં આવ્યું: સત્કાર્ય ઉપર કાયમ રહેવું શું છે? તો ઉત્તર મળ્યો: એક માણસ ભલાઈના ઈરાદાથી ઈશ્વર — જે એકલો છે અને જેનો કોઈ ભાગીદાર નથી — ના માર્ગમાં સંપત્તિ ખર્ચે છે તો તેના માટે "ગુપ્ત કાર્ય" લખી દેવામાં આવે છે, પછી જો તે તેનો ઉલ્લેખ કરે છે તો તેને ભૂંસીને "જાહેર કાર્ય" લખી દેવામાં આવે છે, પછી જો તે ફરીથી તેનો ઉલ્લેખ કરે છે તો તેને પણ ભૂંસીને "દંભ (દેખાવ)" લખી દેવામાં આવે છે.

Preserving a good deed is harder than performing it. When asked what preserving a deed meant, he replied: A person spends wealth for the sake of God alone without partner, and it is recorded as a private deed; then he mentions it, so it is erased and recorded as a public deed; then he mentions it again, so it is erased and recorded as ostentation.

prayer faith sincerity

બેશક ઈશ્વર બેધ્યાન દિલ પાછળની પ્રાર્થનાને કબૂલ નથી કરતો, તેથી જ્યારે પણ તું પ્રાર્થના માગે ત્યારે દિલથી તેની તરફ આવ. પછી કબૂલ થવાનું યકીન રાખ!

Indeed, God does not accept a prayer from a heedless heart, so whenever you pray, turn to Him with your heart. Then be certain of its acceptance!

faith purity sincerity

ઘઉંને સાફ કરો, શુદ્ધ કરો, અને બારીક પીસો જેથી તમે તેનો સ્વાદ બરાબર ચાખો અને તેના કોળિયાનો લ્હાવો માણો. તેવી જ રીતે તમે તમારી શ્રદ્ધાને નિખાલસ અને સંપૂર્ણ કરો જેથી તમે તેની મીઠાશ ચાખો અને પરિણામે તે તમને ફાયદો પહોંચાડે.

Clean the wheat, purify it, and grind it fine so that you may taste its flavor and enjoy eating it. Likewise, make your faith sincere and complete so that you may taste its sweetness and benefit from it.