Quote Archive
RSS

#anger 19

anger grief self-control

જે માણસ કોઈ એવી વ્યક્તિ પર ગુસ્સો કરે છે જે તેને કંઈ જ નુકસાન પહોંચાડી નથી શકતી, તેનું દુઃખ લંબાઈ જાય છે અને તે પોતાની જાતને જ ત્રાસ આપે છે.

Whoever gets angry at someone who cannot harm them only prolongs their sorrow and torments their own soul.

forgiveness anger strength

તમારામાં સૌથી બળવાન તે છે કે જે ગુસ્સાના સમયે પોતાના મનને કાબુમાં રાખે. અને તમારામાં સૌથી ભારે વજન ઊચકનાર તે છે કે જે (સજા આપવાની) તાકાત ધરાવવા છતાંય માફ કરી દે.

The strongest among you is the one who controls himself in moments of anger, and the bearer of the heaviest load is the one who forgives despite having the power to punish.

શ્રદ્ધાળુની નફરત માત્ર ક્ષણિક હોય છે, પછી જ્યારે તે પોતાના ભાઈથી અલગ થઈ જાય છે ત્યારે પોતાની અંદર કોઈ ગુસ્સો નથી પામતો જ્યારે કે અશ્રદ્ધાળુની નફરત આજીવન હોય છે.

A believer's resentment is only momentary; once he departs from his brother, he harbors no ill feeling, whereas an unbeliever's malice lasts a lifetime.

anger self-control strength

સર્વશ્રેષ્ઠ પહેલવાન તે માણસ છે કે જે ગુસ્સામાં હોય, પછી તેનો ગુસ્સો વધે, એટલે સુધી કે તેનો ચહેરો લાલ થઈ જાય અને રુવાંટા ઊભા થઈ જાય, અને તે સમયે તે પોતાના ગુસ્સા પર કાબૂ મેળવે!

The ultimate champion is the man who gets angry and his anger flares up until his face reddens and his skin bristles, yet at that very moment he wrestles down his anger!

anger integrity justice

શ્રદ્ધાળુ જ્યારે ગુસ્સે થાય છે ત્યારે તેનો ગુસ્સો તેને સત્યથી બહાર નથી કરતો, અને જ્યારે ખુશ થાય ત્યારે તેની ખુશી તેને અસત્યમાં દાખલ થવા નથી દેતી, અને જ્યારે શક્ય હોય છે ત્યારે પોતાના માટે જેટલું નિર્ધારિત હોય છે તેના કરતાં વધારે લેતો નથી.

When a believer gets angry, their anger does not lead them away from the truth, and when pleased, their pleasure does not lead them into falsehood, and when capable, they take no more than what is rightfully theirs.