જે (પોતાના મનની) ઈચ્છાઓ સાથે ચાલ્યો તે વિનાશને ભેટ્યો.
Whoever follows the desires of his self meets destruction.
Whoever follows the desires of his self meets destruction.
જેના પર તેના ક્રોધે કાબૂ મેળવી લીધો તે પોતાના વિનાશ તરફ દોરાઈ ગયો.
Whoever is overcome by anger exposes themselves to ruin.
કેટલીય બુદ્ધિઓ પ્રભાવી ઈચ્છાની કેદી હોય છે.
How many intellects are held captive by dominant desires.
વાસના અને વિવેકબુદ્ધિ ભેગાં થતાં નથી.
Lust and wisdom do not go together.
ઈચ્છાઓ સામે સંઘર્ષ કરવો તે અંતરાત્માની સુધારણા છે.
Struggling against desires is the reformation of the self.
જેણે પોતાના મનથી રાજી થઈને તેના સૂચનો પર ભરોસો કર્યો, તે બરબાદ થઈ ગયો.
Whoever is pleased with their base self and trusts its inclinations is ruined.
જ્યારે તારું મન તને ભટકાવી રહ્યું હોય ત્યારે તેની સાથે સહિષ્ણુ ન બન.
When your inner desires mislead you, do not be lenient with them.