અડગ માણસ વિપત્તી (મુસીબત)ના સમયે મૂંઝાઈ જતો નથી.
A resolute person is not confounded in times of adversity.
A resolute person is not confounded in times of adversity.
જે આપત્તિ પર ધીરજ રાખે છે તે એવો છે કે જાણે તેના પર કોઈ આપત્તિ આવી જ નથી.
Whoever remains patient in adversity is as if no calamity has afflicted him.
(એક વ્યક્તિમાં) હિંમત (તેના) ઉત્સાહના પ્રમાણમાં હોય છે.
Courage in a person is in proportion to their zeal.
કોઈ કેટલો બીકણ છે તે તેના મનની કમજોરી અને શ્રદ્ધાની નબળાઈ પરથી નક્કી થાય છે.
Extreme cowardice stems from weakness of the soul and frailty of conviction.
જેની હિંમત ઓછી છે તેની શ્રેષ્ઠતા પણ નિરર્થક છે.
One whose resolve is weak will find his excellence rendered futile.
તારા ભાઈથી બિલકુલ બદલો ન લે, ભલે તે તારા મોઢામાં ધૂળ નાખે.
Do not seek retribution against your brother at all, even if he throws dust into your mouth.
સબ્ર શ્રદ્ધાળુનો શ્રેષ્ઠ સિપાહી છે.
Patience is the believer's best soldier.