ઉદારતા નેતૃત્વનું કારણ છે.
Generosity is the cause of leadership.
Generosity is the cause of leadership.
એક ઉદાર, સદ્ગુણી નવયુવાન ઈશ્વરને એક કંજૂસ, ભક્તિભાવવાળા, દુર્ગુણી વૃદ્ધ કરતાં વધારે પ્રિય છે.
A generous, virtuous youth is more beloved to God than a stingy, devout, ill-mannered elder.
હીનતા એ છે: નજીવી બાબતો વિષે વિચારવું અને તુચ્છ વસ્તુઓ પણ રોકી રાખવી.
Baseness is to brood over petty matters and withhold trivial things.
નેક લોકોની ખુશી પ્રદાન કરવામાં સમાયેલી છે અને નીચ લોકોની ખુશી ખરાબ બદલો આપવામાં રહેલી છે.
The joy of noble people lies in giving, and the joy of vile people lies in taking revenge.
પ્રતિષ્ઠિત લોકો જમાડવામાં આનંદ મેળવે છે જ્યારે કે નીચ લોકો જમવામાં જ.
Noble people find pleasure in feeding others, whereas vile people find pleasure only in eating.
જેવા તમે હશો, તમારા શાસકો પણ તેવા જ હશે.
As you are, so will be your rulers.
ઉચ્ચ સ્થાનો (હોદ્દાઓ) પર બેસવાથી ચેતો, સિવાય કે (તમારામાંથી) જે તેનો હક અદા કરે.
Beware of occupying high positions, unless you fulfill their rightful obligations.