ઉમદા માણસના સદ્ગુણોમાંથી એક એ પણ છે કે જે તેને ખબર હોય તેનાથી અજાણ્યો બની જાય.
Among the noble deeds of a generous person is overlooking what they know.
Among the noble deeds of a generous person is overlooking what they know.
માણસની સહનશીલતાનું તેની વિપુલ સહનશક્તિ વડે અને તેની ઉચ્ચતાનું તેના પર્યાપ્ત દાન વડે તારણ...
A person's forbearance is deduced from their great endurance, and their nobility from their abundant giving.
(કોઈપણ વ્યક્તિ) સહનશીલ નથી થતી એટલે સુધી કે તે ગરિમાપૂર્ણ (ધીર-ગંભીર) ન થઈ જાય.
A person does not truly become forbearing until they become dignified and composed.
નેક લોકોની ખુશી પ્રદાન કરવામાં સમાયેલી છે અને નીચ લોકોની ખુશી ખરાબ બદલો આપવામાં રહેલી છે.
The joy of noble people lies in giving, and the joy of vile people lies in taking revenge.
પ્રતિષ્ઠિત લોકો જમાડવામાં આનંદ મેળવે છે જ્યારે કે નીચ લોકો જમવામાં જ.
Noble people find pleasure in feeding others, whereas vile people find pleasure only in eating.
શરાફત બુદ્ધિ અને અદબ વડે પ્રાપ્ત થાય છે, માલ અને વંશાવળીથી નહીં.
Nobility is attained through intellect and good manners, not through wealth and lineage.
જે માણસ ઘણા બધા મામલાઓથી અજાણ્યો નથી બનતો અને આંખ આડા કાન નથી કરતો તેનું જીવન વ્યથિત બની જાય છે.
Whoever does not overlook many matters and turn a blind eye will have a troubled life.